વલસાડ: ગુજરાતમાં દારુબંદી હોવા છતાં પણ દરરોજ દારૂ સાથે સંકળાયેલા કિસ્સોઓ મોટા પ્રમાણમાં બહાર આવતા હોય છે ત્યારે દમણના કચીગામના બૂટલેગરની વલસાડ જિલ્લા પોલીસે પાસા મુજબ કાર્યવાહી કરીને ભાવનગર જેલમાં રવાના કરવામાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ માટે SP ડો. રાજદીપસિંહ ઝાલાની માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન. ગોસ્વામીના દમણના કચીગામ સ્થિત નાની કોળીવાડમાં રહેતા બૂટલેગર હેમન્ત ઉર્ફે સોનું ઉર્ફે ભાવેશ છોટુભાઇ કોળી પટેલની જિલ્લા પોલીસે પાસા મુજબ કાર્યવાહી કરીને ધરપકડ કરી અને તેને જેલભેગો કરવામાં આવ્યો છે.

હાલમાં બૂટલેગરની ધરપકડ કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ભાવેશ સામે નાનાપોંઢા, પારડી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધાયા છે.

Bookmark Now (0)