નવસારી: હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેતા નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આવયુ હતું.જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 2018 માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા 7 વર્ષમાં 9 થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે. બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે.ત્યારે નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે.

નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જય પટેલની આગેવાનીમાં આજરોજ નવસારી નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જય પટેલ સહિતના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરી બનશે તો નવસારી યુથ કોંગ્રેસ છેક સુધી લડી લેવા તૈયાર છે તેમ પ્રમુખ જય પટેલે જણાવ્યું હતું.