ચીખલી: ચીખલી પોલીસ મથકના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડના ત્રાસથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી ખાખી વર્દીનો રોફ જમાવી દમ મારી બલવાડા હાઇવે પરથી આ કોન્સ્ટેબલ અને તેના ફોલ્ડરિયા દ્વારા મહિલા પાસેથી દારૂ અને રોકડા રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ ઉઠી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતો કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડ હાઇવે પર ખાનગી વાહનોમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓને ઝડપી તોડપાણી કરતો હોવાની ફરિયાદ વચ્ચે થોડા દિવસ પૂર્વે બલવાડા પાસે સુરત વિસ્તારની એક મહિલા ને દારૂ સાથે આ કોસ્ટેબલ દ્વારા મોકલવામાં આવેલા તેના ફોલ્ડરિયા દ્વારા ઝડપી પાડી દારૂ અને રોકડા રૂપિયા પણ ખંખેરી લેતા મહિલાએ ૧૦૦-નંબર પર ફોન કરી આ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે અગાઉ પણ આ કોસ્ટેબલ દ્વારા મહિલાઓ પાસેથી દારૂ અને રૂપિયા ખંખેરી લેતા વારંવાર ના આ કોસ્ટબલના ત્રાસથી ત્રસ્ત મહિલા દ્વારા ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળતાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત કોસ્ટેબલ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સામાજિક રીતે ઘેરાબો ધરાવતો હોવાની પણ ચર્ચા પ્રકાશમાં આવી છે.પોલીસ મથકમાં ડાંગ જિલ્લાના વધઇ ના બે યુવાનોના અપમૃત્યુ (કસ્ટડીયલ ડેથ) બનાવમાં પણ તે વિવાદમાં આવ્યો હતો.પરંતુ વગ ધરાવતો હોવાથી તેની ચીખલી પોલીસ મથકમાં જ ફરી પોસ્ટિંગ થતા તે સમયે પણ તે ચર્ચામાં આવ્યો હતો.