ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધારતા આખરે એન્જિનિયરોએ ફ્લાઈંગ બાઇક પણ તૈયાર કરી છે. અત્યાર સુધી આપણે માત્ર હોલીવુડની ફિલ્મોમાં જ ફ્લાઈંગ બાઇક હતી પણ હવે તમે તેને જાતે ચલાવી શકો છો. આ બાઈકથી તમે જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં ઉડી પણ શકશો અને તમને પાઈલટના લાઈસન્સની પણ જરૂર નહિ રહે.

આવો જાણીએ આ ઉડતી બાઈક વિષે…

‘ધ મિરર’ના અહેવાલ મુજબ, આ વિશ્વની પ્રથમ ઉડતી બાઇક હશે અને તે કોર્મિશિયલ ઉપયોગ માટે પણ ઉપલબ્ધ છે, એટલે કે આ ઉડતી બાઇકને લોન્ચ કરવામાં આવી છે. ફ્લાઇંગ બાઇક તૈયારનાર કરનાર સ્વીડિશ-પોલિશ ફર્મ કે જેણે જેટસને કહ્યું કે તેની સવાર કરનાર રાઇડર જેમ્સ બોન્ડ જેવો અનુભવ કરશે.

જેટસને કહ્યું કે તે ગયા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તે સાબિત થયું છે કે તે ઉપયોગ માટે તૈયાર છે. આગામી વર્ષના ઓર્ડર પહેલેથી જ લેવામાં આવી રહ્યા છે. જેટસન વનનું વજન 86 કિલો છે અને તે લગભગ બે કલાકના બેટરી ચાર્જિંગ સમય સાથે 20 મિનિટ સુધી ઉડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બાઈક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે, તેને પાઇલટના લાયસન્સની પણ જરૂર નથી, અને તે 63mph (અંદાજે 101 kmh)ની ઝડપે ઉડી શકે છે. જેટસન વનને ટેક ઓફ કરવા માટે કોઈ રનવેની જરૂર નથી અને તેને ગમે ત્યાં સરળતાથી લેન્ડ કરી શકાય છે. તેને ખરીદવા માટે દર 15 મિનિટે કોલ કરવામાં આવી રહ્યા છે.

કંપનીએ કહ્યું કે આ બાઇકની કિંમત 68,000 પાઉન્ડ એટલે કે 68,84,487 રૂપિયા હોઈ શકે છે. તેને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પીટર ટર્નસ્ટ્રોમે કહ્યું કે જ્યારે મેં તેને પહેલીવાર મેં ઉડાવી ત્યારે તે એક અલગ જ અનુભવ હતો. તેમાં વાઇબ્રેશન નથી. તે જોયસ્ટીકથી નિયંત્રિત થાય છે. તેને હજુ સુધી શહેરોમાં ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી. તે ફક્ત ખુલ્લી જમીનમાં જ ઉડી શકે છે. પીટરે કહ્યું કે અમારી આગામી યોજના 2026 સુધીમાં ટુ સીટર ફ્લાઈંગ કાર બનાવવાની છે. અમારું લક્ષ્‍ય એક દાયકાની અંદર દરેકને પાઇલટ બનાવવાનું છે.

Bookmark Now (0)