ડોલવણ: ગતરોજ સુર સમ્રાજ્ઞી ભારત રત્ન સ્વ. લતા મંગેશકર અવસાન નિમિત્તે એમના માનમાં ભારતભરમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ હોય ત્યારે તાપી જિલ્લા ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામે શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

Decision News સ્થાનિક સ્ત્રોત રોશનભાઈ પરથી મળેલી માહિતી મુજબ સૂર સમ્રાજ્ઞી ભારત રત્ન સ્વ. લતા મંગેશકર અવસાન નિમિત્તે એમના માનમાં ભારતભરમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ હોય ત્યારે તાપી જિલ્લા ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામે શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી ખાતે તારીખ ૭ ફેબ્રુઆરી, સોમવાર સાંજે ૬ કલાકે ‘જરા આંખોં મેં ભર લો પાની’ કાર્યક્રમનું આયોજન કરી કોકિલ સ્વરા સ્વ. લતા મંગેશકરજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં લતાજીના કંઠે ગવાયેલ પ્રાર્થના ‘એ માલિક તેરે બંદે હમ’ તથા પ્રસિદ્ધ ગીત ‘એ મેરે વતન કે લોગોં જરા આંખોં મેં ભર લો પાની’ વગાડવામાં આવ્યા બાદ સૌએ એમની તસ્વીર આગળ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં લતાદીદીના ગાયકી, જીવન સફર વિશે ઉભરતા યુવાકવિ જતિન ચૌધરીએ સ્પિચ આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયબ્રેરીના સંયોજક અને જાણીતા યુવા લેખક રોશન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં લાયબ્રેરીના વાચકો અને ગ્રામજનો દ્વારા હૃદયસભર લતા મંગેશકરજીને શ્રદ્ધાજંલિ અર્પણ કરાઈ હતી.