રૂમલા: હાલમાં જ તાજા સમાચાર મળી રહ્યા છે કે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં રાનકુવા રસ્તા પર એકી સાથે બાઈક i 20 અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થવા પામી છે અને ઇકોનો ચાલક ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો છે.

Decision Newsને ઘટના સ્થળ પર હાજર વ્યક્તિઓના જણાવ્યા અનુસાર આ ગંભીર અકસ્માતમાં બાઇક સવારના બંને પગમાં ગંભીર ઈજા થવાથી પગ ભાગી ગયા છે છે તેથી તેને 108 દ્વારા પ્રાથમિક સારવાર માટે રુમલા PHC માં ખસેડવામાં આવ્યા છે. Decision Newsના રિપોર્ટર મનીષ ઢોડિયાએ જણાવ્યું કે ઇકો ગાડી આરોગ્ય વિભાગ ચીખલીની અને તેનો ચાલક અકસ્માત થતા જ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતી જ્યારે i 20 ના ચાલકે બચાવ પ્રવૃત્તિમાં સાથે જોડાયા હતા. જુઓ વિડીયોમાં…

 

આ ગંભીર અકસ્માત થતા જ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા પરંતુ ઘટનાની જાણ રૂમલા પોલીસને થતા જ તેઓ ઘટના સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે