સિનેવર્લ્ડ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભવ્ય ફિલ્મ બનાવનાર સંજયની આ ફિલ્મમાં સ્ત્રી પાત્રની અજોડ શૈલી પણ જોવા મળશે, તેની એક ઝલક ટ્રેલર પરથી જોવા મળી છે. આલિયા ભટ્ટ એક દમદાર પાત્રમાં છે, તો અજય દેવગણ પણ માફિયા ડોનના રોલમાં છે.
આલિયાની એક્ટિંગનો એક નવો આયામ દર્શકોને જોવા મળશે. અભિનેત્રીનું પરિવર્તન ચોંકાવનારું છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ગંગુબાઈનું પાત્ર ભજવતી આલિયા ભટ્ટને એક સેક્સ વર્કર તરીકે બતાવવામાં આવી છે જે પાછળથી મુંબઈમાં એક સશક્ત મહિલા તરીકે ઉભરી આવે છે જે સમાજ સેવાનું કામ કરે છે. સંજયે તેની અન્ય ફિલ્મોની જેમ આલિયાના પાત્રને જબરદસ્ત રીતે રજૂ કર્યું છે.
ટ્રેલરમાં આલિયાની સ્ટાઈલ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ. સાથે જ અજય દેવગણે મુંબઈના માફિયા ડોન કરીમ લાલાની ભૂમિકા ભજવી છે.