ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાંથી પસાર થતો સાપુતારા નાશિક જતો સ્ટેટ હાઈવે પર અમુક જગ્યાએ ડીવાઈડર તૂટેલી હાલતમાં છે તેનું સમારકામ કર્યા વગર જ સફેદ અને કાળા પટ્ટાની રંગો રંગવામાં આવી રહ્યા છે જાણે એમ લાગે છે કે તૂટેલા ડીવાઈડરને કલરના નવા કપડાં પહેરાવી સજાવી દેવામાં આવી રહ્યા છે.

Decision Newsએ સ્થળની લીધેલી મુલાકાતમાં જણાવા મળ્યું છે કે વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાંથી પસાર થતો સાપુતારા નાશિક જતો સ્ટેટ હાઈવે પર અમુક જગ્યાએ ડીવાઈડર તૂટેલી હાલતમાં છે. ચીખલી કોલેજ સર્કલથી લઈ માણેકપોર ગામ અને સુરખાય ગામની હદ સુધી ઠેર ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર છે. કરોડો રૂપિયા ખર્ચી આ ડીવાઈડરને સુશોભિત તો બનાવી દેવાનો પ્રયાસ થયો છે પણ તૂટેલા ડીવાઈડરનું સમારકામની માર્ગ પરિવહન વિભાગએ તસ્તી લીધી નથી.

ચીખલી થી સાપુતારા નાસિક જતો સ્ટેટ હાઈવે પર ચોવીસ કલાકમાં લાખો નાના મોટા વાહનો અવર જવર કરતા હોય છે. ત્યારે ડીવાઈડર તૂટેલી હોવાથી અંદરના ભાગમાંથી માટી સાથે સળિયા બહાર આવી જતા હોવાથી માર્ગ પરથી વાહનો પસાર થતા અડચણ રૂપ સાબિત થઈ રહ્યા છે. છતાં ચીખલી માર્ગ અને મકાન વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે. ડીવાઈડરમાંથી બહાર આવવાથી નાના વાહનો સ્લીપ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તૂટેલી ડીવાઈડરને મરામત કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા લાગી છે.