ઇન્ટરનેટ વગર આજકલ યુવાઓને થોડી વખત રહી શકતા નથી આજના સમયમાં છોકરા હોય અથવા છોકરી વધુ સમય તેઓ ઇન્ટરનેટ પર પસાર કરે છે. ત્યારે આજે છોકરા અને છોકરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ક્યારેક OTT પ્લેટફોર્મ્સ તો ક્યારે Google પર વધારે શું સર્ચ કરે છે આવો જાણીએ..

The Center for Media Researchની એક રિસર્ચ રિપોર્ટ અનુસાર યંગસ્ટર્સને ઓફિસ, સ્કૂલ, કોચિંગ, અભ્યાસ અથવા બીજી વસ્તુથી ફુરસત કાઢી કે રાત થતા જ છોકરા છોકરીઓ એકાંતમાં 1. રાત્રે, છોકરીઓ ઘણીવાર Instagram પર વિવિધ અભિનેત્રીઓના ડ્રેસ, મેકઅપ શૈલી અને ફિટનેસ સ્ક્રેટ્સ શોધે છે. આ સિવાય કરિયર માટે પ્રોફેશનલ કોર્સ પણ સર્ચ કરવામાં આવે છે. 2. રાત્રે, 40 ટકા છોકરીઓ રોમેન્ટિક મૂવી અથવા વેબ સિરીઝ શોધે છે, પરંતુ આ શોમાંથી તેઓ માત્ર અનુભવ લેવાનું જ વિચારે છે. 3. મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો કે વીડિયો કેવી રીતે વાયરલ કરવો તે વિશે પણ સર્ચ કરે છે. સોશિયલ મીડિયા પર તસ્વીર મૂકવા માટે કયું શ્રેષ્ઠ ફિલ્ટર છે અને છોકરા અને છોકરીઓ બંને આ રીતે સર્ચ કરે છે. 4. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 100 છોકરાઓમાંથી 40 ટકા છોકરાઓ સેક્સ, ડિપ્રેશન અને ડ્રગ્સ વિશે સર્ચ કરે છે, જ્યારે માત્ર 25 ટકા છોકરીઓ આવું કરે છે. 5. છોકરાઓ અને છોકરીઓ અપોઝીટ ઝેન્ડર વિશે નાની નાની બાબતો જાણવા માંગે છે અને તેને સર્ચ કરવાનો શ્રેષ્ઠ સમય એ રાત્રે છે જ્યારે કોઈ તેમને ખલેલ પહોંચાડે નહીં. 6. ગૂગલ પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓ અને પુરુષો તેમના કાયદાકીય અધિકારો વિશે જાણવા માગે છે. આ સિવાય લોકો એ પણ સર્ચ કરે છે કે ગે રાઈટ્સ અંગેના કાયદા શું છે. 7. ઓનલાઈન શોપિંગ માટે, છોકરીઓ બ્યુટી પ્રોડક્ટ્સ અથવા એસેસરીઝ સર્ચ કરે છે, જ્યારે છોકરાઓ જીન્સ અને ટી-શર્ટ સૌથી વધુ સર્ચ છે.