નર્મદા:  ૨૭ મી ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ થશે અને તેમાં ૩૮૧ જેટલાં પોલીયો બુથ દ્વારા ૪૮,૭૪૨ જેટલા બાળકોને પલ્સ પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાશેની ગણતરી માંડવામાં આવી રહી છે.

Decision Newsએ મેળવેલ માહિતી અનુસાર નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્યસરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા તા.૨૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ થી યોજાનારા ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે.

જેમાં ૩૮૧ પોલીયો બુથ દ્વારા જિલ્લામાં અંદાજીત ૧.૨૩ લાખ ઘર, ૪૮,૭૪૨ જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. ૨૩ ટ્રાન્ઝીક્ટ પોઈન્ટ, ૩ મેળા/બજાર, ૬૮ જેટલી મોબાઇલ ટીમ, ૯૮ જેટલી ટીમ સુપરવાઇઝરો અને ૧,૭૩૪ જેટલા આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં જોડાશે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી, સુગમ અને સહભાગી બનાવીએ “ થીમ આધારિત વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે.

BY ચિરાગ તડવી 

 

 

Bookmark Now (0)