વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે કોરોના વાઇરસનો અંત લાવવો શક્ય જ નથી. સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મહામારી ફેલાવતા વાઇરસનો અંત ઇકોસીસ્ટમનો હિસ્સો બનીને આવતો હોય છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા 2022 સમિટમાં બોલતી વેળાએ વિશ્વ આરોગ્ય સંસ્થાના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મિશેલ રયાને કહ્યું હતું કે કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનું રસીકરણ કરવાની જરુર છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે કોરોના વાઇરસનો અંત નહીં આવે, કદાચ કોરોના વાઇરસનો ક્યારેય પણ અંત નહીં લાવી શકીએ. જોકે આપણે આ વર્ષે પબ્લિક હેલ્થ ઇમર્જન્સીનો આ અંત લાવી શકીએ તેમ છીએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ભારતના વડા રોડ્રીકો એચ ઓફ્રીને કહ્યું હતું કે ભારતે પુરા દેશમાં લોકડાઉન કે તેના જેવા પ્રતિબંધોના પગલા ન લેવા જોઇએ. જ્યારે જે વિસ્તારમાં રિસ્ક વધુ હોય ત્યાં પગલા લેવા જોઇએ તેવી સલાહ પણ તેમણે આપી હતી. જ્યારે બાળકોને રસી ત્યારે જ આપવી જોઇએ જ્યારે તેના પર કોઇ સંશોધન કરવામાં આવ્યું હોય તેમ તેમણે કહ્યું હતું.