ચીખલીના: ટાંકલમાં આધેડ ગટરમાં પડી જતા મોત નીપજ્યું છે પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા, ગામના સરપંચે R&B વિભાગની ભૂલ હોવાનું સ્વીકાર્યુ છે. તંત્રની બેદરકારીના કારણે આધેડનું મોત થયુ હોવાનો કર્યો છે આક્ષેપ.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ચીખલીના ટાંકલ ગામે 45 વર્ષીય આધેડ ખુલ્લી ગટરમાં ગરકાવ થયા હતા. જેથી તેઓને ઈજા પહોંચતા સ્થાનિકોએ તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. તંત્રની બેદરકારીના કારણે આધેડનું મોત થયુ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મૂળ યુ.પી.ના ગુલાબ નારાયણ નિસાર ટાંકલ ગામમાં આશરે 20 વર્ષથી પોતાના પુત્ર અને ભત્રીજા સાથે રહેતા હતા અને કલર કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા ત્યારે આધેડ ખુલ્લી ગટરમાં પડતા તેનું મૃત્યું થયુ હતું જેથી પરિવારે પોતાના મોભીને ગુમાવ્યાં છે.

આ સમગ્ર ઘટના જુઓ આ વીડિઓમાં..

આ સમગ્ર મામલે ટાંકલ ગામના હાલ ના સરપંચ જયેશ પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે, આ સમગ્ર મામલે R&B વિભાગની ભૂલ છે તેમણે ગટર બનાવી પરંતુ ત્યાં ઢાંકણું ન મુકતા રાહદારીઓને માથે જોખમ ઊભું થયું છે. અમે આ મામલે અધિકારીઓને જાણ કરી છે.