ધરમપુર: વલસાડના જિલ્લાના ધરમપુર તાલુકાના ગડી ગામમાં રોટરી ક્લબ સુરત અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયારા પ્રયાસ થી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગડી ગામના આસપાસના મામાભાચા હનમતમાળ બિલધા વગેરે 8 ગામના લોકોએ પોતાના રોગ નિદાન કરાવ્યું હતું

DECISION NEWSના રિપોર્ટ અનુસાર આજરોજ ધરમપુરના ગડી ગામ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન લોક મંગલમ્ ટ્રસ્ટ અને અન્ય બે સંસ્થાના સહયોગથી કરવામાં આવેલ હતું. જેમાં આંખની તપાસ, મફત ચસમાં વિતરણ, નાક , કાન, ગળાની તપાસ, હાડકાંના રોગોની સારવાર, મહિલાના રોગોની સારવાર, ચામડીના રોગોની તપાસ કરી સારવાર તેમજ દવા વિતરણ કરી , રીફર કરવામાં આવેલ દર્દીઓની ઓપરેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ આ કેમ્પનો ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

જુઓ વિડીયો રીપોર્ટમાં…

કોરોના કાળમાં આવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આ પ્રકારના મેડીકલ કેમ્પથી લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો

Bookmark Now (0)