સુરત: મને કોઈ હોદ્દાનો મોહ નથી.હવે હું સેવા સાથે જ જોડાઈશ : મહેશ સવાણી આમ શબ્દો સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો હતો આજે સિંગર વિજય સુવાળા સહિત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારબાદ હવે ૭ મહિના પેહલા “આપ” માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી છે.

મહેશ સવાણી એ કહ્યું કે આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું. હું હવે આમ આદમી પાર્ટીમાં નથી હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. મને કોઈ હોદ્દાનો મોહ નથી હું સેવા સાથે જ જોડાઈશ. મહેશ સવાણી ભાવનગરના રાપરડા ગામના વતની છે. મહેશ સવાણીના પિતા વલ્લભભાઇ વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઇએ અઢળક સફળતા અને કમાણી કરી હતી.

આજે ડાયમંડ, એજ્યુકેશન, હૉસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વિજય સુવાળા તેમજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ ભાજપમાં જોડાયા હતા.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here