ડાંગ: વર્તમાન સમયમાં ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજ વધુ 04 કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા વહીવટી તંત્રની ટીમ હરકતમાં આવી હતી. જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહયો છે.

Deision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં દિન પ્રતિ દિન કોરોનાનાં કેસોમાં વધારો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પણ પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે હાલમાં કોરોનાની સ્પીડ વધી રહી છે. ડાંગ જિલ્લામાં આજરોજ મિશનપાડા આહવાની 34 વર્ષીય યુવતી, સુબિરનાં પીપલદહાડનો 37 વર્ષીય યુવાન, સાપુતારાનો 42 વર્ષીય પુરૂષ, તેમજ સાપુતારાનો 28 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામને કોરોન્ટાઈન કરી વધુ તજવીજ હાથ ધરી હતી.

ડાંગ જિલ્લાનાં આજનાં કેસો સાથે કુલ 18 જેટલા એક્ટિવ કેસો નોંધાવા પામ્યા છે.કોરોનાનાં વધતા કેસોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રની ટીમે લોકોને કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવાનો અનુરોધ કર્યો છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here