વાંસદા: રાજ્યની જેમ ત્રીજી લહેરમાં નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા હોય એવા કપરા સમયે ગતરોજ વાંસદા તાલુકામાં આવેલી કોટેજ હોસ્પિટલમાં ફાળવેલી RTPCR ટેસ્ટિંગની લેબ શરૂ કરવામાં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાની 96 ગામમાં આવેલી સરકારી PHCમાં લોકોના કરવામાં આવતાં RTPCR ટેસ્ટિંગ સેમ્પલ નવસારી મોકલવા પડતા હતા જેને ટેસ્ટિંગ થવા બે દિવસ જેટલો સમય લાગી જતો હતો જેથી કોરોના સંક્રમિત વ્યક્તિ દ્વારા વધારે વ્યક્તિઓ સુધી સંક્રમણ ફેલાવવાનો ભય સતત રહેતો હતો જે હવે કોટેજ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગની લેબ શરૂ નહિ રહે.
કોટેજ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગની લેબમાં પોઝિટિવ કે નેગેટિવ છે એ માત્ર ચાર કલાકમાં જાણી શકાય છે જેથી પોઝિટિવ હોય તો તાત્કાલિક ધોરણે દર્દીને હોમ આઇસોલેશન કરી શકાય છે જેથી સંક્રમણ પણ ઓછું ફેલાય એવા પ્રયત્નો કરવામાં આવશે.

