ડાંગ: વર્તમાન સમયમાં ડાંગ પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે ધીમી ગતિએ દિન-પ્રતિદિન કોરોનાનાં કેસોમાં વધારો નોંધાતા ચિંતાજનક સ્થિતિ ત્યારે જિલ્લામાં વધુ બે ‘કોરોના પોઝેટિવ’ કેસો સામે આવવા પામતા સ્થિતિ ચિંતાજનક બની છે.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આજે જિલ્લાના કાલીબેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કાર્યવિસ્તારનાં ભુજાડ ગામે એક 42 વર્ષિય મહિલા, અને સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્ય વિસ્તારનાં ગિરિમથક સાપુતારા ખાતે એક 24 વર્ષિય યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે,આ અગાઉ ડાંગ જિલ્લામાં 705 કોરોના પોઝેટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે દસ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.ટેસ્ટિંગની વિગતો જોઈએ તો, ડાંગ જિલ્લામા આજદિન સુધી કુલ 91,178 સેમ્પલો કલેક્ટ કરાયા છે, જે પૈકી 90,196 સેમ્પલો નેગેટિવ રહેવા પામ્યા છે. જ્યારે તા.13/1/2023નાં રોજ લેવામા આવેલા 277 RT PCR સેમ્પલોના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિગ રહેવા પામ્યા છે. જ્યારે 208 એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રહ્યા છે.

આ દરમિયાન ડાંગ જિલ્લામા 446 યક્તિઓને ક્વોરોન્ટાઇન કરાયા છે.જ્યારે આજદિન સુધીમાં 11,823 વ્યક્તિઓના ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘કોરોના’ ની દહેશત વચ્ચે તેના સંક્રમણને રોકવા માટે પ્રજાજનોને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્કનો ઉપયોગ કરવા, અને વારંવાર પોતાના હાથ ધોવાનો અનુરોધ કરાયો છે. સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વેળાસર વેકસીન લઈ લેવાની અપીલ પણ કરવામા આવી છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં છેલ્લા દિવસોમાં દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કમર કસે તે જરૂરી બની ગયુ છે…

Bookmark Now (0)