ડાંગ: નવા વર્ષમાં પણ ડાંગના રસ્તાઓ પરના અકસ્માતો થમવાનું નામ નથી લઇ રહ્યા હોય તેમ સાપુતારાથી શામગહાનને સાંકળતા માલેગામ નજીક ઘાટમાં ખાંડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ખાંડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક નંબર RJ-19-GF-4648 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટ માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઇસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત ખાંડનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.અહી સ્થાનિકોએ પલ્ટી મારેલ ટ્રકમાંથી ખાંડનાં જથ્થાની લૂંટ પણ ચલાવી હોવાની વિગતો સાંપડી રહી છે.

આ અકસ્માતનાં બનાવમાં ચાલકને નજીવી ઈજાઓ પોહચી હતી.જ્યારે ક્લીનરનો પગ ફેક્ચર થતા સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Bookmark Now (0)