નર્મદા: ભરતી પૂર્વે સેલ્ફ ફાઈનાન્સની ચાર ડીગ્રીનો સમાવેશથી BRS અને કૃષિ ડિપ્લોની ડિગ્રી મેળવનાર યુવાઓનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજ રોજ નર્મદા જિલ્લામાં આવેલ શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોલના વિધાર્થીઓ અને અન્ય ગ્રામ વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરી ડિગ્રી મેળવનાર યુવાનોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આખા ગુજરાતમાં ૧૪ થી પણ વધારે ગ્રામ વિદ્યાપીઠોમાં બી.આર.એસની સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે તેથી દર વર્ષે અંદાજીત ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ બહાર પડે છે કે જેઓ કૃષિ ક્ષેત્ર તથા ગ્રામ વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

તેમણે જણાવ્યું છે કે ગ્રામવિદ્યાપીઠો  ગાંધી વિચાર આધારિત નઈ તાલીમ પદ્ધતિ મુજબ શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાપીઠોમાં વિધાર્થીઓ કૃષિ, ગ્રામવિકાસ અને વ્યવસ્થાપન, સમૂહ જીવનના પાઠો શીખે છે જે ગ્રામોદ્ધાર માટે ખુબજ ઉપયોગી સાબીત થઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આત્મનિર્ભર ભારતનું સપનું છે તે આત્મનિર્ભર ગામડા થકી જ સાકાર થશે અને આ આત્મનિર્ભર ગામડાના નિર્માણ માટે ગ્રામ વિદ્યાપીઠના વિધાર્થીઓ ખુબજ કારગર સાબીત થાય એમ છે. ગ્રામ વિદ્યાપીઠોમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ મોટે ભાગે ખેતી, પશુપાલન અને ખેતમજૂરી કરતા વાલીઓના સંતાનો હોય છે. આમ ગ્રામ વિદ્યાપીઠના વિધાર્થીઓને સરકારી નોકરીની તકોની વાત કરીએ તો ફક્ત તેમને ગ્રામ સેવકમાં જ તક મળે છે જ્યારે અન્ય કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોને ખેતી, અધિકારી વર્ગ -૨, બાગાયત અધિકારી વર્ગ-૨, વિસ્તરણ અધિકારી વર્ગ-૩ કૃષિ યુનિવર્સિટીની તમામ ભરતીઓમાં ફક્ત બી.એસ.સી બેંકીંગ સેક્ટરમાં એગ્રીકલ્ચર ઓફિસર ખાનગી ક્ષેત્રમાં પણ વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે.

વધુમાં જણાયું છે કે ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ ના સ્નાતકોને સરકારી નોકરીમાં ફક્ત ગ્રામસેવકમાં જ તક મળે છે. જો અન્ય કૃષિના સ્નાતકોને ગ્રામસેવકની ભરતીમાં તક આપવામાં આવશે તો એ બી.આર.એસના વિદ્યાર્થીઓને રોજગાર સંદર્ભે અન્યાય થાય એમ છે. માટે આપ  સાહેબશ્રીને નમ્ર અરજ કરવાની કે ગ્રામ સેવકની ભરતીમાં બી. આર.એસ સિવાયના અન્ય કૃષિ સ્નાતકોનો સમાવેશ ન કરીને સરકારશ્રીના ગ્રામ સેવકની ભરતીમાં ૩૦ ડિસેમ્બર ૨૦૧૪ ના ઠરાવને અનુસરીને ભરતી કરવામાં આવે જેથી બી.આર.એસના વિદ્યાર્થીઓને ન્યાય મળે, જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.