નવસારી: દિવાળી જાય એટલે તરત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ રસ્તાઓ પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકો ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરૂ કર્યા છે.

ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ ચૂકી છે. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી વાહનોના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરૂઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય છે.

તહેવારોની ઉજવણી મોતની સજા ન બની જાય તેના માટે ઉતરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે લોકો સજાગ થયા છે. નવસારી જિલ્લામાં લોકો વાહનો પર હવે સેફ્ટી સળીયા લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાહન પર સળીયો લગાવવાથી પાકી દોરીથી સુરક્ષા મળે છે. બીજી બાજુ પોલીસે પણ શહેરમાં પ્રતિબંધિત અને જીવલેણ કહી શકાય તેવી ચાઈના દોરી જપ્ત કરી છે. જીવને જોખમ કારક ધારદાર દોરીઓથી બચાવવા લોકો ટુ વહીલર ઉપર સળીયો લગાવવા પહોંચી રહ્યા છે.

ઉતરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે નવસારી જિલ્લાના સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા જુગાડ! તમને જણાવીએ કે ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે નવસારી શહેરના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. તેમના વેપારમાં એકદમ વધારો નોંધાયો છે. પહેલા ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here