નવસારી: એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડીગ્રી ગગડીને 7.5 ડીગ્રી પર પહોચતા શહેરીજનો (Citizen) ઠંડીમાં ઠુઠવાયા હતા. નલિયા (Naliya) પછી સૌથી નીચું તાપમાન ગુજરાતમાં (Gujarat) નવસારીમાં નોંધાયુું છે. નાલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં નવસારી ત્રીજા ક્રમનું સૌથી ઠંડુ નગર બન્યું હતું.

ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીની અસર હવે ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. મૌસમ વિભાગે આગામી બે દિવસ ઠંડીનું ભારે જોર રહેશે, તેવી કરેલી આગાહી મુજબ આજે નવસારી જિલ્લામાં મૌસમનો સૌથી ઠંડો દિવસ નોધાયો હતો. આજે લઘુત્તમ તાપમાનનો પારો સીધો 6 ડીગ્રી ઘટીને 7.5 પર પહોચતા શહેરીજન ઠંડીમાં ઠુંઠવાયા હતા.

કાશ્મીર વિસ્તામાં બરફનું તોફાન બાદ ઉત્તર ભારતમાં પણ ભારે ઠંડીનું જોર રહ્યું હતું, જેના કારણે ગુજરાતમાં પણ આગામી બે દિવસ ભારે ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગતરોજ લઘુત્તમ તાપમાન 13.5 ડીગ્રી રહ્યુ હતુ. પરંતુ આજે તાપમાનમાં 6 ડીગ્રીના ઘટાડા સાથે પારો સીધો ગગડીને 7.5 ડીગ્રી પર પહોચ્યો હતો. તો મહત્તમ તાપમાન પણ 25.5 ડીગ્રી રહ્યુ હતુ.

હવામાં ભેજનું પ્રમાણ સવારે 93 ટકા અને સાંજે 39 ટકા રહ્યુ હતુ. પવનની ગતિ 4.9 કિ.મી.પ્રતિ કલાકની રહેતા ઠંડા પવનના કારણે પણ શહેરીજનોને ઠંડીનો વધુ અહેસાસ થઇ રહ્યો હતો. ભારે ઠંડીના કારણે શહેરીજનોએ તાપણાનો સહારો લેવો પડ્યો હતો. તો ખાસ કરીને ઝુપડાઓમા રહેતા લોકોને આ ઠંડીના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવા પડયો હતો.

Bookmark Now (0)