કપરાડા: વલસાડ જિલ્લામાં અંતરિયાળ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બારપુડામાં આજ થી શ્રીગણેશ ઉદઘાટન સમારોહ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલના હસ્તે કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ જાદવ સ્વાગત પ્રવચન તથા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઇ સરનાયક દ્વારા પ્રાસંગિક પ્રવચન તથા આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હરિભાઈ, નારવડના સરપંચશ્રી રમેશભાઈ, વાવરના સરપંચશ્રી અજયભાઈ સરનાયક, સુથારપાડાના સરપંચશ્રી, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના રવિભાઈ પટેલ, મિડિયા ઇન્ચાર્જ મહેશભાઈ, આદિવાસી સંગઠનનાં આનંદભાઈ, અલ્કેશભાઈ, તથા મોટી સંખ્યામાં યુવાનો અને યુથ કોંગ્રેસના આગેવાનો તથા કપરાડા તાલુકામાંથી જુદા જુદા વિસ્તાર માંથી ટીમો જોડાઈ હતી.

આ પ્રસંગે ગુજરાત રણજી (17) સેવન્ટીનમાં ભૂતપૂર્વ કેપ્ટન ધ્રુવ પટેલનું જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ આદિવાસી સંગઠનનાં પ્રમુખ ભાસ્કરભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Bookmark Now (0)