વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના જાગૃત આદિવાસી યુવાના દ્વારા વાંસદા-ચીખલી ધારાસભ્ય ઉપર જીવલેણ હુમલો કરી જાતિ વિષયક બીભત્સ શબ્દ બોલનારા સામે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેની વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના જાગૃત આદિવાસી યુવાઓ દ્વારા માંગણી કરવામાં આવી છે આદિવાસી સમાજના યુવા અગ્રણી અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર 16 ડીસેમ્બરના રોજ થયેલા અસામાજિક તત્વો દ્વારા ઉપર જીવલેણ હુમલો કરી જાતિ વિષયક બીભત્સ શબ્દની ગાળો આપી નુકશાન કરેલ છે જેની ફરિયાદ અનંત પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાંહુમલા કરનાર ઈસમો વિરુદ્ધ હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે બાબત સ્પષ્ટ કરે છે કે વાંસદા તાલુકામાં કાયદા વ્યવસ્થાની જાળવણી થઇ રહી હોય એમ લાગતું નથી.

આ બાબતે જાગૃત આદિવાસી યુવાઓનું કહેવું છે કે જો આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ ન કરવામાં આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળની અસર કારક કાર્યવાહી કરવાની જરૂર પડશે જેની નોંધ લેવા અમારી આ લેખિત રજુવાત છે.