ચીખલી: ચીખલી તાલુકાના માંડવખડક ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગ્રામજનોને સરકારની વિવિધ સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચીખલીના નાયબ મામલતદારશ્રી સંજય પટેલ, ગામના સરપંચશ્રી વલ્લભભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન ચીમનભાઈ ગામિત વેલણપુર PHC ના મેડીકલ ઓફિસર ડો. ચંદ્રકાંત પટેલ, મનહરભાઈ પટેલ  સહિત ગામના અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોને વિવિધ સરકારી પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો એક જ સ્થળેથી ઝડપથી મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો. ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો ભરપૂર લાભ લીધો અને સુંદર પ્રતિસાદ પૂરો પાડ્યો. સરકારની જનકલ્યાણકારી સેવાઓને સામાન્ય લોકો સુધી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાની દિશામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here