ગુજરાત: હાલમાં કોરોનાના આંકડા રાજ્યમાં દિવસેને દિવસે વધતા જઇ રહ્યા છે ત્યારે આજે આજે રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે.

Decision News દ્વારા એકથી કરેલી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, જામનગર-કચ્છમાં 4-4, વલસાડમાં 3, અમરેલી-નવસારી 2-2, આણંદ, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કેસ સહિત કુલ 56 કેસ નોંધાયેલા જોવા મળે છે.

સરકારી આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 8,53,00,128 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.અને કોરોનો સામે લડવામાં સરકાર પૂરી તૈયારી કરી રહી છે.