મ્યાનમારના નોબેલ પુરસ્કાર વિજેતા અને લોકતંત્ર સમર્થક નેતા આંગ સાન સૂ ચીને 4 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. કોર્ટે તેમને સેના સામે અસંતોષ ઉભો કરવા અને કોરોનાનો નિયમ તોડવા માટે દોષિત માનવામાં આવ્યા છે. મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ની રાતે સેનાએ સત્તા પલટો કરીને આંગ સાન સૂ ચીને હાઉસ અરેસ્ટ કર્યા હતા. મિલિટ્રી લીડર જનરલ મીન આંગ હલિંગ ત્યારથી દેશના વડાપ્રધાન છે.

તેમણે કહ્યું હતું કે, 2023માં ઈમરજન્સી ખતમ કરી દેવામાં આવશે અને લોકસભાની ચૂંટણી કરાવશે. સત્તા પલટાયા પછી અહીં મ્યાનમારમાં લોહિયાણ રમખાણો થયા હતા. તેમાં 940 લોકોના મોત થયા હતા. મ્યાનમારમાં નવેમ્બર 2020માં લોકસભાની ચૂંટણી થઈ હતી. તેમાં સૂની પાર્ટીની બંને ગૃહોમાં 396 સીટો પર જીત થઈ હતી. તેમની પાર્ટીએ લોઅર હાઉસમાં 330માંથી 258 અને અપર હાઉસમાં 168માંથી 138 સીટો જીતી હતી.