ચીખલી: ચીખલી તાલુકા પંચાયત દ્વારા 15 ટકા વિવેકાધીન યોજના એ.ટી.વી.ટીની ગ્રાન્ટ ટ્રાઈબલ સબ પ્લાન યોજનાની ગ્રાન્ટ તેમજ 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી જે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને કામો ન થયા હોવાનો આરોપ લગાવતો પત્ર આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જાહેર કરાયો છે.

જાહેર કરાયેલા પત્ર અનુસાર ચીખલી તાલુકા પંચાયત દ્વારા 15 ટકા વિવેકાધીન યોજના એ.ટી.વી.ટીની ગ્રાન્ટ ટ્રાઈબલ સબ પ્લાન યોજનાની ગ્રાન્ટ તેમજ 15 માં નાણા પંચની ગ્રાન્ટમાંથી જે વિકાસના કામો થવા જોઈએ કામોના એગ્રીમેન્ટ જે વર્ષોથી ચીખલી તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે આવા એગ્રીમેન્ટ તાલુકા પંચાયતના સત્તાધીસોના આધારે આજ દિન સુધી કરવામાં આવ્યા નથી જો આ વિકાસના કામોના એગ્રીમેન્ટ નવસારી જિલ્લાના બીજા તાલુકામાં થઇ રહ્યા છે અને 5,00,000 લાખ સુધીની ગ્રાન્ટના કામો ગ્રામ પંચાયતને કરવાનો હક્ક છે તો આ એગ્રીમેંટો ગ્રામ પંચાયતો અને સરપંચોના હક્ક અને અધિકારોનું હનન ચીખલી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યાનું માલુમ પડે છે.

ગ્રામપંચાયતના સત્તા ધીશોને વિકાસના કામ કરવા દેવા જોઈએ જેનાથી વિકાસના કામોની ગુણવત્તાઓ જળવાશે અને ગ્રામપંચાયતની ભાગીદારીથી કામો થયાના લીધે ગ્રામપંચાયતના સત્તાધીશોની જવાબદારી પણ બનશે જો ચીખલી તાલુકા પંચાયતના સત્તાધીશો તેમજ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક એગ્રીમેન્ટ નહિ કરાવશે તો આવો તાલુકા પંચાયતના વિરોધમાં આંદોલન અને ધરણા કરતાં અચકાઈશું નહિ

ગ્રામ પંચાયતો અને હક્કો અને અધિકારીઓનું રક્ષણ કરવાની આપણી ફરજ છે સરપંચો તેમજ પંચાયત સદસ્યો લોકસેવક છે અને ગામના લોકો દ્વારા ગ્રામીણ વિકાસના કામો માટે એમને ચુંટી લાવવામાં આવ્યા હોય છે તો ગ્રામ વિકાસના કામોના એગ્રીમેન્ટ ગ્રામપંચાયત દ્વારા જ કરવામાં આવવા જોઈએ.