ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા નાનાં ભૂલકાંઓ માટે શાળાના દરવાજા તો ખોલી દીધા પણ બાળકોમાં લખવાની પ્રેક્ટિસ ખૂબ ઓછી થઈ ગઈ હોવાના કારણે હવે શિક્ષકો અને વાલીઓને તેમને લખતાં કરવાની વધુ એક જવાબદારી ઊભી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા દોઢ-બે વર્ષ દરમિયાન બાળકો ઓનલાઇન અભ્યાસ કરતાં હતાં પણ હવે ઓફલાઈન અભ્યાસમાં લખવાનું ભૂલી ગયાં છે. શાળાના વર્ગમાં બાળકોને લખવામાં સૌથી વધુ મુશ્કેલી પડી રહી હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.

Decision News સાથે વાત કરતાં વાંસદાના શિક્ષકોનું કહેવું છે કે સામાન્ય રીતે ક્લાસરૂમમાં બાળકો મસ્તી કરતાં હોય છે પરંતુ હાલમાં બાળકોના વર્તનમાં મોટો બદલાવ આવ્યો છે. બાળકો એકબીજા સાથે વાત અને મસ્તી કરતાં ઓછાં થયાના તારણો જોઈ શકાય છે. બાળકો જેટલું લખવાનું કહેવામાં આવે તેટલું પણ તેઓ યોગ્ય રીતે લખી શકતા નથી હવે ફાઈનલ પરીક્ષા નજીકમાં જ છે ત્યારે બાળકોને ઝડપથી લખતાં કરવાં એ શિક્ષકો માટે એક મોટો પડકાર બનશે.