આહવા: ડાંગ જીલ્લાના મોટા ભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સરકારી બસનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઘરથી સ્કુલ-કોલેજોમાં અપડાઉન કરવા માટેના પાસ કાઢવવા સવારથી લાંબી લાંબી કતારોમાં બળતા તાપમાં ઉભા રહી ભૂખ્યા-તરસ્યા પોતાના નંબર આવે તેની રાહ જોતા હોય એવા દ્રશ્યો આહવા બસ ડેપો પર જોવા મળી રહ્યાં છે.

Decision Newsએ આહવા ડેપોની લીધેલી મુલાકાત દરમિયાન નોંધ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં સ્કૂલો અને કોલેજો સંપૂર્ણપણે શરુ થઇ ગઈ હોવાથી વિધાર્થીઓ ઘરથી સ્કુલ -કોલેજો જવા માટે પાસ કાઢવા માટે આહવા ડેપો પર સવાર થી લઈને સાંજ સુધી લાંબી લાંબી લાઈનમાં ઉભા રહી.. જાણે તપસ્યા કરતા હોય તેમ એમ રાહ જોઈ રહ્યા હતા આ વિધાર્થીઓ કોલેજ કે સ્કુલોમાં રજા મૂકી આ લાઈનમાં ઉભા રહતા હોય છે પણ સામે માર્ગ અને પરિવહન વિભાગના આહવા ડેપોની ઉદાસીનતા સામે આવી છે

સમગ્ર ડાંગના જિલ્લાના મોટાભાગના વિસ્તારના વિધાર્થીઓ પાસ કાઢવા માટે આહવા ખાતે આવતા હોય છે ત્યારે પાસ કાઢવા માટે એક જ વ્યક્તિની નિમણુક કરાઈ છે અને એની પણ કામ કરવાની કામગીરી ગોકળગાય સમાન હોવાના કારણે વિધાર્થીઓ આખો દિવસ અટવાઈ છે આ દ્રશ્યો છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજના હોવા છતાં ત્યાના સ્થાનિક વહીવટીતંત્રનું પેટનું પાણી પણ હલ્યું નથી એમ લાગે છે કુંભકર્ણ પાસે ઉધારની ઊંઘ ઉધારમાં લાવેલા આ વહીવટીતંત્ર તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે એ તો રામ જાણે પણ આ વિધાર્થીઓને તાપમાં લાઈનમાં ઉભા રાખનારાઓને વિધાર્થીઓની હાય તો જરૂર લાગશે ! હવે જોવાનું એ રહ્યું કે આ દ્રશ્યો હજુ કેટલા દિવસ જોવા મળશે.

 

Bookmark Now (0)