ચીખલી: થોડા સમય પહેલા ચીખલી તાલુકાના સિયાદા ગ્રામ પંચાયતના સરપંચ નારણ મેરવાનભાઈ પટેલ સામે ડેપ્યુટી સરપંચ વોર્ડ સભ્યો સહિતના ગ્રામજનો દ્વારા રસ્તા પેવર બ્લોક સહિતના કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હતી.જેમાં પીઓકમ TDO હિરેન ચોહાણ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી સમગ્ર અહેવાલ DDO સોપાતા તેમણે સરપંચને પોતાના પદેથી દુર કરવાનો હુકમ કર્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તપાસમાં ૧૪ માં નાણાંપંચ એ ટી વી ટી. સ્વભંડોલ સહિતની યોજનામાં રસ્તા,પેવર બ્લોક, મરામત સહિતના કામો પેકી કેટલાક કામોમાં સ્થળફેર કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના અન્ય જગ્યાએ કામ કરેલ હોવાનું સ્વભળમાં મર્યાદા કરતાં વધુની રકમ હોય વહીવટીતા મંજૂરી તેમજ સીસી મેળવ્યા સિવાય ચૂકવણું કરેલ હોવાનું રોજમેળ અને વિચારની રકમમાં વિસંગતા બહાર આવી હતી.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૭-૧૮ માં એ ટી વી ટી ના કામમાં વહીવટી મંજૂરીની રકમ કરતા રૂ.૫૩,૯૪૨/- થી વધુ રકમની ચૂકવણી કરેલ હોવાનું પણ બહાર આવતા ટી ડી ઓ ના સત્તાનો દૂર ઉપયોગ કરી નાણાંકીય ગેરરીતિ આચરવા બદલ તેમજ સરપંચ તરીકેની ફરજ બજાવવામાં કસુર કરેલ હોવાનું ફળીત થતો હોવાના અહેવાલ બાદ ડી ડી ઓ અર્પિત સાગર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઇ મુજબ સિયદાના સરપંચ નારણ મેરવાનભાઈ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે પૂરતા કારણો હોય અને તેઓ સામેના આક્ષેપો પુરવાર થતા હોય સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

ગ્રામ પંચાયતોની ચૂંટણીના હવે બહુ ઓછા દિવસો રહ્યા છે. તેવામાં જ સિયાદાના સરપંચ નારણ મેરવાનભાઈ પટેલને સરપંચના હોદ્દા પરથી દૂર કરતા સ્થાનીક રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો હતો. સિયદા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચ દોલતભાઈ લલ્લુભાઈ પટેલને તાલુકા પંચાયતના વિસ્તરણ ઉપસ્થિતિમાં સોંપવામાં આવ્યો છે.

BY મનીષ ઢોડીયા