ધરમપુર: ક્રિકેટ જેવી હાઈપ્રોફાઈલ રમતમાં આદિવાસી યુવાનો આગળ વધે અને દેશની ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરવાના સપનાં સેવે એવા શુભ ઉદ્દેશ સાથે આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે આયોજિત આદિવાસી પ્રીમિયર લીગ સિઝન-1નો પ્રારંભ આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ત્રી-દિવસીય આદિવાસી પ્રીમિયર લીગ સિઝનનો પ્રારંભ અનંતભાઈએ પોતે ક્રિકેટ પીચ પર ઉતરી ક્રિકેટ રમીને કર્યો હતો. અનંત પટેલનું કહેવું છે કે આપણા આદિવાસી યુવાનો આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે ત્યારે ક્રિકેટમાં કેમ નહિ હું અંગત રીતે એવી ઈચ્છા રાખું છું કે આદિવાસી સમાજનો કોઈ યુવા આપણી ભારતીય ટીમમાં જાય અને આપણા આદિવાસી સમાજનું ગૌરવ વધારે ! આ  આદિવાસી પ્રીમિયર લીગનું આયોજન કરનારાઓને મારી ખુબ શુભેચ્છાઓ છે.

આ પ્રસંગે આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઈ, ધરમપુર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, કુકણા સમાજ પ્રમુખ ભાણાભાઈ, રીટાયર નાયબ મામલતદાર મણીભાઈ અને શિરૂપલભાઈ પટેલ જેવા આદિવાસી મહાનુભાવોએ હાજરી આપી હતી.

Bookmark Now (0)