ચીખલી: નવસારી જિલ્લાના બહુચર્ચિત ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલા બે યુવકોની કસ્ટોડીયલ ડેથમાં પીઆઇ સહિત છ સામે એટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા હતા પરંતુ આ કેસમાં પીઆઈ અને પીએસઆઈએ કોર્ટમાં જામીન માટે અપીલ કરતા ચીખલી કોર્ટે તેમને 15 હજારના જામીન પર મુક્ત કર્યાના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં થયેલી કસ્ટોડીયલ ડેથ ચકચારીમાં ગુનેગારોને સજા થાય અને મૃતક યુવાનોના પરિવાર ન્યાય મળે તે માટે આદિવાસી સંગઠનો દ્વારા રેલી, ધરણા અને પ્રદર્શનો પણ કરતા એક પીઆઇ સહિત 6 સામે એટ્રોસિટી અને હત્યાની કલમ દાખલ કરવામાં આવી હતી પણ પીઆઇ અજીતસિંહ વાળા અને પીએસઆઈ ગૌરવ એસ.પટેલે 15 હજારના જામીન પર મુક્ત કરી દેવાતાં સમગ્ર પંથકના આદિવાસી લોકો દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે.

આદિવાસી નેતા અને આગેવાનોએ આ બાબતે હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી હવે આવનારો સમય જ બતાવશે કે આદિવાસી લોકો શું નિર્ણય લેશે