ગુજરાત: હાલમાં પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મુદ્દે કોંગ્રેસમાં હજુ પણ અનિશ્ચિતતાની સ્થિતિ છે. ત્યારે આવનારા 72 કલાકમાં ગુજરાત કોંગ્રેસને મળી શકે અધ્યક્ષ મળવાની વાતો વહેતી થતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઈંતજારી જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાના રાજીનામાના આઠ મહિના બાદ પણ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની પસંદગી હજુ પણ કારી નથી. ગુજરાતના નવા પ્રભારી પણ પ્રદેશ પ્રમુખ મુદ્દે કોઈ નિર્ણય લઇ શક્યા નથી. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર અને પૂજાભાઈ નામ ચર્ચાઈ રહ્યા છે. પણ કોંગ્રેસ બંધબેસતા જ્ઞાતિ સમીકરણો નક્કી ન કરી શકતા કોંગ્રેસ માટે પરફેક્ટમેન કોણ છે તે અંગે હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હતું પણ હાર્દિક પટેલે અધ્યક્ષ પદ માટે ઈન્કાર કરી દીધો હતો અને શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ પ્રમુખનું પદ લેવાની ના પાડી ચુક્યા છે હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે કોના નામ પર આખરી મહોર વાગે છે તે જોવાનું રસપ્રદ રહશે.