ચીખલી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આજે 11:00 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદીમાં વધુ એક મહિલાના આપઘાત કાર્યની ઘટના સામે આવી રહી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકાની કાવેરી નદીના વહેતા પ્રવાહમાંથી એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા કાવેરી નદીના કિનારે મહિલાના તરતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

ત્યાર બાદ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વૃદ્ધ મહિલા ક્યાંના છે તેના આપઘાત પાછળ કયા કારનો જવાબદાર હોય શકે ? કે પછી હત્યા કરી આ લાશને કાવેરી નદીમાં ફેકવામાં આવી છે વગેરે બાબતો જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા