ખેરગામ: નવસારી ખેરગામ તાલુકા બહેજ ગામમાં એક જ પરિવારના બે ભાઈઓ નિરલ અને મયુર દ્રઢ નિશ્ચય સાથે GPSC પાસ કરી સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને ખેરગામની ન્યુ જનરેશન માટે પથદર્શક બન્યા છે એમ કહેવામાં કઈંક જ ખોટું નથી.

આ બાબતે નિરલ પટેલ કહે છે કે હું અને મારો નાનો ભાઈ ખુબજ સામાન્ય પરિવારમાંથી ભણીને મોટા થયા સંસ્કાર દેશ અને સમાજસેવા અમને અમારા માતાપિતાએ આપેલા વારસામાં મળેલા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મારી માતાને પણ આર્થિક ફરજ લેવાની ફરજ પડી અને એમણે ૧૪ વર્ષ સુધી કરિયાણાની દુકાન ચલાવી બંને ભાઈને ભણાવી મોટા કર્યા બંને ભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખેરગામની જનતા હાઈસ્કુલમાં થયું. ત્યાર બાદ GPSC દ્વારા વર્ષ ૨૦૧૩માં લેવાયેલી લેકચરરની પરીક્ષા પાસ કરી વર્ગ-2 અધિકારી તરીકે મારી નિમણુક થઇ. મારા નાનાભાઈ મયુરની વર્ષની ૨૦૧૬ GPSC દ્વારા લેવાયેલી માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે નિમાયા

તેમનું કહેવું છે અમારા માં-બાપએ જે સમાજસેવાના સપનાં જોયા છે તે અમે બંને ભાઈઓ મળીને પુરા કરીશું હાલમાં તેઓ શાળામાં બાળકોને જમાડવાનું, જરૂરીયાતમંદ બાળકોમાં ગણવેશ વિતરણ, સ્કુલ ગેટ બનાવાવનું કામ, કીટ વિતરણ સ્પર્ધાત્મક પરીક્ષાનું ફ્રી કોચિંગ વગેરે કામો કરી રહ્યા છે.