વલસાડ: વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથમિક કક્ષાનો કલાઉત્સવ ડી.સી.ઓ હાઈસ્કુલ પારડી ખાતે યોજાયો હતો જેમાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સૌને ચોકાવ્યા છે.
Decision Newsને મળેલી વિગતો પ્રમાણે ચિત્ર સ્પર્ધામાં બાતરી મીનાક્ષીબેન દિનેશભાઈ(ગવાંટકા પ્રાથમિક શાળા) કાવ્યગાન સ્પર્ધામાં દાપટ અલિશાબેન ગુલાબભાઈ( ટુકવાડા પ્રાથમિક શાળા) નિબંધ લેખન સ્પર્ધામાં અસ્મીતાબેન રસિકભાઈ ભોયા( માનાલા કેન્દ્ર શાળા ) તથા વકતૃત્વ સ્પર્ધામાં રાધાબેન સોમાભાઈ માહલા (ઓઝર રાય ફ.પ્રાથમિક શાળા) પ્રથમ ક્રમે વિજેતા બની શાળા તથા કપરાડા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
CRC મહેશભાઈ ગાંવિત Decision News સાથે વાત કરતાં જણાવે છે કે કપરાડાના બાળકોમાં ખુબ જ પ્રતિભાઓ રહેલી છે જરૂર છે માત્ર તેને ઓપ આપવાની, આ પ્રતિભાવાન બાળકોને જો દિશા સૂચન કરવામાં આવે તો આ આદિવાસી વિસ્તારના બાળકો રાજ્ય કક્ષાએ પણ પોતાની પ્રતિભા બતાવી શકે છે. અમે પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પુરતો સહયોગ આપી રહ્યા છે આવનારા સમયમાં કપરાડા તાલુકાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય પ્રતિનિધિત્વ કરશે એમાં બે મત નથી.

