દક્ષિણ ગુજરાત: ગણતરીના દિવસોમાં આવી રહેલા દિવાળી અને છઠના તહેવારમાં મોંઘવારી વધવાના એંધાણ માર્કેટના વેપારીઓએ આપી દીધા છે આ મહિનામાં મોંઘવારી ગયા મહીના કરતાં થોડી કાબુમાં હતી પણ આવનારા દિવસોમાં તેના વધવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે.

Decision Newsના રિસર્ચમાં સામે આવ્યું છે કે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં (Gujarat Vegetable price hike) 30થી 40 ટકાનો વધારો નોંધાયો હતો ગુજરાત, મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના (heavy rainfall) પગલે અનેક હાઇવે બંધ છે.

હાલમાં અમુક વિસ્તારોમાં બે મોસમી ધોધમાર વરસાદના કારણે પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી રહશે પણ શાકભાજીની આવક પણ ઘટતાં ભાવમાં ભડકો થશે. સિંગતેલ, કઠોળના ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં પણ 40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 80 થી 100 રૂપિયા કે પછી તેમાં પણ વધારો જોવા મળી શકે છે.