ખેરગામ: ત્રણેક દિવસ પહેલાં એકશન એઇડ સંસ્થા નવસારી જિલ્લાનાં ખેરગામ, ચીખલી અને વાંસદા એમ ત્રણ તાલુકાનાં ગામોમાં લોકોના જીવનને સ્પર્શતા મુદ્દાઓ જેમ કે સામાજીક સુરક્ષા અને રોજગાર અભિયાનમાં યોજનાઓની જાણકારી આપવા કાર્યરત થઇ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ એક્શન એઈડ દ્વારા સામાજીક સુરક્ષા અને રોજગાર અભિયાનમાં યોજનાઓની જાણકારી આપી ખેરગામ તાલુકાના કાકડવેરી ગામમાં પંચાયત પર ઇ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી ઇ-શ્રમ કાર્ડ માટે કેમ્પ આયોજીત કરવામાં આવેલ જેમાં ઘણી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો અને એકશન એઈડ સંસ્થાના કાર્યકતા અનિલાબેન દ્વારા ઈ-શ્રમ કાર્ડ વિશેની માહિતી આપવામાં આવી જેમાં ઇ- શ્રમ કાર્ડનો ઉદ્દેશ્ય . રજીસ્ટ્રેનનો લાભ. પોટેલમાં નોંધણી કોણ કરાવી શકે. અસંગઠિત કામદાર કોણ. નોંધણી માટે શુ જરૂરી. કાર્ડની માન્યતા અને અવધિ અંગેની માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પ્રશાંત પટેલ, કાકડવેરી ગામનાં સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, તેમજ રાજેશભાઈ અને એનાર્ડે ફાઉન્ડેશનનાં કાર્યકર્તાઓ તેમજ એકશન એઇડ ઇન્ડિયાના કાર્યકર્તા અનિલાબેન, અમિતભાઈ, મંજુશાબેન અને સ્મીતાબેન ઉપસ્થિત રહ્યાં હતાં