દેશમાં બનતી સ્વદેશી કોરોના રસીનો ડંકો હવે વિદેશમાં પણ વાગી રહ્યો છે. વધુ એક દેશે ભારતની રસીને માન્યતા આપી છે. જ્યારે અન્ય એક દેશ ભારત સાથે મળીને બંનેની રસીને માન્યતા આપવા તૈયાર થઇ ગયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે, વધુ એક દેશે ભારતના રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપી દીધી છે. સર્બિયા સાથે પારંપરિક મિત્રતા કોવિડ-19 ના પ્રમાણપત્ર પરસ્પરિક માન્યતામાં રૂપાંતરિત થઇ ગઇ છે.
Yet another country recognizes India's vaccination certificate!
Traditional friendship with Serbia translates into mutual recognition of Covid-19 vaccination certificates!
— Arindam Bagchi (@MEAIndia) October 8, 2021
તેમણે જણાવ્યુ છે, કે કોવિડ 19 રસીકરણ પ્રમાણપત્રની પરસ્પર માન્યતા શરૂ થઇ ગઇ છે. ભારત અને હંગેરી એકબીજાના કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોને માન્યતા આપવા સહમત થયા છે.
Mutual recognition of Covid-19 vaccination certificates begins!
India and Hungary agree to recognize each other's Covid-19 vaccination certificates. Will facilitate mobility for education, business, tourism and beyond.
— Arindam Bagchi (@MEAIndia) October 8, 2021
WHO માં કોવિડ-19 રસી “કોવેક્સિન” ને મંજૂરી આપવાનો નિર્ણય આવતા સપ્તાહે થશે. જેને લઇને WHO એ જણાવ્યુ છે કે,ભારત બાયોટેકની રસી ‘કોવેક્સિન’ ઇમરજંસી ઉપયોગ માટે આવતા સપ્તાહે નિર્ણય લેવાશે.