કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી મોટાભવાડાની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ૨૫૦ જેટલા બાળકોનોનોટબુક આપવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકામાં જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી મોટાભવાડાની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું જેમાં દાતાશ્રી હેમંત ગોહિલ તરફથી એમના પિતાશ્રી ખંડુભાઇ ગોહિલના સ્મરણાર્થે 250 જેટલાં વિદ્યાર્થીઓને નોટબુક વહેચવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમ જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડના પ્રમુખશ્રી તથા ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિકભાઈ પટેલ , દીપા પાનવાલા, રિદ્ધિ કટારીયા તથા સમગ્ર ગ્રુપ દ્વારા યોજાયો. શાળાના શિક્ષક શ્રી ડૉ.વિલ્સન મેકવાને વિદ્યાર્થીઓની જરૂરીયાત સમજી જાયન્ટસ્ ગ્રુપને મદદની ટહેલ નાખી હતી. પરિણામસ્વરૂપ આ કાર્યક્રમ યોજાયો. શાળાના શ્રી ટીનામેમ તથા શિક્ષકોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.

Bookmark Now (0)