ચીખલી: ગતરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાંટના 6.58 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી આપતી સામાન્ય સભા તાલુકાના સ્તરના આધિકારીઓ ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મજુબ આ બેઠકમાં 15મા નાણાપંચની વર્ષ 2020-21 અને 2021-22ની ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટના રસ્તા, પીવાના પાણી, ડ્રેનેજ, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવધ 6.58 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણને ખાસ મહત્વ આપી વિકાસના કામો થયાની જાણકારી મળી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ, ઉપપ્રમુખ જીગ્નેશ ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, નાયબ ટીડીઓ બી.જી. સોલંકી જેવા અધિકારીઓ હાજર રહ્યા હતા.