સિનેવર્લ્ડ: ગુજરાતના લોકપ્રિય એક્ટર પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણલીલા’ જેનું નામ બદલીને ભવાઈ કરવામાં આવ્યું છે તેના ટ્રેલરમાં બતાવેલા અમુક સીન્સ અને સંવાદોને લઈને વિવાદોમાં ફસાઈ છે હાલમાં સોશ્યલ સાઈટ્સ પર #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગ ટ્રેન્ડ મારો જોવા મળી રહ્યો છે.

પ્રતિક ગાંધીએ એની ચોખવટ કરતાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘આ ફિલ્મમાં લોકોની લાગણીને ઠેસ પહોંચે તેવું કંઈ જ નથી. આ ફિલ્મમાં બે એકટરોની લવસ્ટોરીની વાત છે. ચાહકોએ રીલ તથા રિયલ લાઇફને મિક્સ કરી નાખી છે. તેથી જ કોઈ પણ જાતની ગેરસમજણ તથા ખોટું અર્થઘટન ના થાય તેથી જ આખી ટીમે મળીને ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું છે.

યુઝર્સનું કહેવું છે કે આ ફિલ્મના ટ્રેલરમાં જોતાં એવું લાગે છે કે ભગવાન રામ અંગે ખોટી વાતો ફેલાવવામાં આવી છે અને ટ્રેલરમાં કેટલાંક સંવાદોમાં રાવણને સારો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એમ કહી શકાય કે શ્રીરામ તથા રાવણની તુલના કરવામાં આવી છે. કેટલાંક યુઝર માને છે કે આ ફિલ્મમાં રાવણનો મહિમા તથા ભગવાન રામ તથા હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જોઈએ.