પ્રતીકાત્મક ફોટોગ્રાફ

દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન સવારથી જ વલસાડમાં તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ છે વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વર્યા છે ક્યાંક નદી નાળા છલકાયા છે જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે.

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પડ્યું છે જેમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તે વિસ્તારની માહિતી આપવામાં આવી છે.

જેમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદને કારણે 16 જેટલા રસ્તાઓ બંધ છે, જયારે પારડી તાલુકાના 2 રસ્તાઓ તો કપરાડા નો 1 રસ્તો બંધ છે.

વધુમાં કલેકટર કચેરી દ્વારા ટ્વીટ કરી લોકોને જણવ્યું છે કે ભારે વરસાદના કારણે કોઇ૫ણ આકસ્મિક આવશ્યકતા ઉભી થાય તો અત્રેની કચેરીના કન્ટ્રોલ રૂમમાં નીચે જણાવેલ નંબર ઉ૫ર સં૫ર્ક કરવા વિનંતી છે. ૦૨૬૩૨ ૨૪૩૨૩૮ ૦૨૬૩૨-૧૦૭૭