પંચમહાલ: જૂની રદ થયેલી નોટોનૂ ભૂત ધુણવાનુ જાણે પંચમહાલમા ચાલુ જ છે એવું લાગી રહ્યું છે. પંચમહાલમા આ પહેલા પણ જુની રદ થયેલી નોટો પકડાવાની ઘટનાઓ બની હતી. ત્યારે ફરી એકવાર રદ થયેલી નોટો બનવાની ઘટના પંચમહાલ બન્યાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલૂકાના ગઢ ચુંદડી ગામ પાસેથી એલસીબી પોલીસે ભારત સરકાર દ્વારા રદ થયેલી 500-1000 રૂપિયાની રદ થયેલી સ્કોર્પિયો ગાડીમાંથી 48,80,500 રૂપિયાની કિમંતની જુની રદ થયેલી ચલણી નોટોના જથ્થા સહિતના મૂદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના મોવાલિયા ગામે રહેતા રાકેશભાઈ ભુરીયા અને મોટી ખરજ ગામે રહેતા બદિયાભાઈ મિનામા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે રહેતા નિલેષભાઈ પટેલ તથા રંગીત ભાઈ નાથાભાઈ પટેલ ને એલસીબી પોલીસે ગોધરા નજીક ગઢ ચુંદડી ગામે આવેલ ખેરોલ માતાના મંદિર નજીકમાંથી બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.હતા.એલસીબી પોલીસે સ્કોર્પીઓ ગાડીમાંથી તપાસ કરતા 500 રૂપિયાના દરની 9169 નોટો અને 1000 રૂપિયાના દરની 296 નોટો મળી આવી હતી.