ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરના ખોબા ગામ સ્થિત લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક દ્વારા વિજ્ઞાનક્ષેત્રમાં પણ કાર્યકર્તાની સમજ વિકસિત થાય એવા હેતુના ભાગરૂપે ધરમપુરમાં આવેલા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં કાર્યકર્તાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

Decision newsને મળેલી માહિતી અનુસાર લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ટ્રસ્ટના કાર્યકર સતત કાર્યશીલ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી એ હર હંમેશ કઈક નવું નવું શીખતો રહે. આ સપ્તાહ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ધરમપુરમાં આવેલા વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત ગોઠવવા આવી હતી જેથી એ વિજ્ઞાનને સમજે અને આ જ્ઞાન આદિવાસી સમાજમાં વિકાસના કાર્ય કરતાં કરતાં લોકો સુધી આ કાર્યકર્તા પોહ્ચાડે એવો ઉદ્દેશ હતો.

લોકમંગલ ટ્રસ્ટ સાથે જોડાયેલા કાર્યકર દક્ષેશ ભોયાનું કહેવું છે કે અમે વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત દરમિયાન વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, નક્ષત્રાલય,થ્રી ડી શો, અરીશા દર્પણ અને વિજ્ઞાન કેન્દ્રમાં પ્રદર્શન માટે મુકાયેલી વિવિધ વસ્તુઓ વિષે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ જ્ઞાન અમે જ્યારે અમારા ક્ષેત્રકાર્ય માટે સ્થાનિક વિસ્તારોમાં જઈશું તો લોકો સાથે અને સ્કુલોના વિદ્યાર્થીઓ વાતચીત વખતે ખુબ જ ઉપયોગી થશે  તઃશે