ડાંગ જિલ્લા તંત્ર તરફથી વેક્સીન લેવા માટે ડબાણ કરવામાં આવી રહ્યું છે તે માટે BTTS દ્વાર આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે વેક્સિનેશમ 100 ટકા થવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ પરંતુ તંત્ર દ્વારા દબાણ કરી અને ધમકી આપી કે દુકાનો બંધ કરાવવામાં આવશે આવું કહી વેક્સીન લેવા માટે દબાણ કરવું તે યોગ્ય નથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, દબાણ કરવા કરતા લોકોને વેક્સિન લેવા માટે સમજાવી, જાગૃત કરવામાં આવે.

આવેદન પત્ર માં જણાવ્યું છે કે, જિલ્લામાં તંત્ર તરફથી બજારમાં ધંધા કરતાં દુકાન દુકાનદારો અને અન્ય લોકોને વેક્સિન બાબતે પૂછપરછ કરવામાં આવી અને સાથે એ પણ ધમકીઓ આપી દબાણ ઉભું કરવામાં આવી રહેલ કે જો ૧૬ મી તારીખ સુધી તમો વેક્સિન નઇ લેશો, તો તમારી દુકાનો બંધ કરાવવામાં આવશે,

વધુમાં ઊલ્લેખ કર્યો છે કે ઉપરોક્ત બાબતે સાહેબને અમારી નમ્ર પૂર્વક અરજ કરવાની કે, વેક્સિન તમામ નાગરિકોએ લેવી જોઈએ એ તમામ નાગરિકોની ફરજ છે, અને લેવી જ જોઇએ અમો તેના પક્ષમાં છીએ પરંતુ ખોટી રીતે લોકોમાં વેક્સિન લેવાં આ રીતે દબાણ ઊભું કરી ધમકીઓ આપવામાં આવી રહેલ છે જે તદ્દન ગેરકાયદેસર છે. આપ સાહેબ જાણો છો જે આ બાબતે હાલમાં જ નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ ચૂકાદો જાહેર કરેલ છે, વેક્સીન લેવી કે ન લેવી તે વ્યક્તિગત બાબત છે.

૧૦૦ ટકા વેક્સિનેશન થાય તેનું અમો સમર્થન કરીએ છીએ, પરંતુ આ રીતે દબાણ ઉભું કરી દુકાનદારો અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ માહોલ ઉભો કરવો એ બિલકુલ વ્યાજબી નથી અને તંત્ર માટે સારી બાબત નથી, જેથી આપ સાહેબને નમ્ર અરજ કરવાની કે વેક્સિનેશન બાબતે લોકોમાં રહેલ ગેરસમજ દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે, પરંતુ લોકોને દબાણ પૂર્વક વેક્સીન લેવા દબાણ ઊભું કરવામાં આવશે તો લોકોમાં ખોટી અને વિપરીત અસર થાય તેમ છે. જેથી આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા વિનંતી.