ધરમપુર: રાજ્ય સરકારના કહેવા પ્રમાણે ગુજરાત જ્યારે વિકાસની દિશામાં અગ્રસર બન્યું છે ત્યારે પણ વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે CPI પાર્ટીના કાર્યકરોએ શુક્રવારે કલેકટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને માહિતી મળ્યા અનુસાર ગતરોજ CPI પાર્ટીના કાર્યકરોએ અધિક કલેકટરને આવેદન આપી આદિવાસી પ્રજાની સુખાકારી માટે 2007માં તત્કાલિન મુખ્યમંત્રીના 10 મુદ્દાના કાર્યક્રમની યોજના નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ધરમપુર તાલુકામાં વન અધિકાર કાયદા હેઠળ સરકારી રેકર્ડમાં જંગલની ખેતી કરનારા ખેડૂતોના નામ દાખલ કરવા, સનદ આપવા હજુ ફોર્મ નથી, તેની પ્રક્રિયા ચાલૂ કરવા CPIના કાર્યકરો દ્વારા માગ કરાઇ છે. ઉપરાંત આદિવાસીઓના ઘરમાં શૌચાલયો, આવાસો ફાળવવા, બાકી રહેલા આવાસના હપ્તા ઝડપી ચૂકવવાની માંગ કરી હતી.

CPIના કાર્યકરો દ્વારા ધરમપુરના આદિવાસી વિસ્તારમાં મોબાઇલ નેટવર્કના અભાવ, પીડવળ, તુરતરખેડ, હનમતમાળમાં ઉ. મા. શાળામાં સાયન્સના વર્ગો નથી તે પૂરા પાડવા, મહિલા અત્યાચાર રોકવા મહિલા સ્ક્વોડની તાલુકા સ્તરે રચના, કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારોને આર્થિક સહાય, સંકલિત આદિજાતિ વિકાસ યોજના હેઠળની સહાય, શિક્ષણ, આરોગ્ય, પાણી, વિજળી, સિંચાઇ, રસ્તા, પુલો, કૃષિ, પશુપાલન સહિતની સુવિધાઓનું યોજનામાં સમાવેશ કરવા, સરકારી જીઆર પ્રમાણે જેના બીપીએલ, અંત્યોદય કાર્ડ, એપીએલ કાર્ડ બન્યા નથી, જેમના રેશન કાર્ડ આપવા, આદિમ જૂથના લાભાર્થીઓને સરકારી લાભો પૂરા પાડવાની માંગ સાથેનું આવેદનપત્ર અધિક કલેકટરને આપયું

Bookmark Now (0)