ડાંગ: આદિવાસી વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધી રહી છે ત્યારે આજે ડાંગ જિલ્લામાં વધુ એક અર્ટિકા કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આહવાથી વઘઇ વચ્ચે નડગખાદી ગામની નજીકમાં આવેલા વીજપોલ સાથે અર્ટિકા ગાડીને ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વઘઇ તરફથી આહવા તરફ જઈ રહેલ GJ-30-A-8808 નંબરની આર્ટિકા જે વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટધોરી માર્ગનાં નડગખાદી ગામ નજીક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ આ કારને ધડાકાભેર વિજપોલ સાથે અથડાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં જીવંત વિલપોલ તૂટીને કાર પર પડતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. પરંતુ કોઈ જાનહાની થઇ નથી.

હાલમાં મળેલી માહતી મુજબ ચાલકને નાની મોટી ઈજાઓ પોહચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.