ધરમપુર: વર્તમાન સમયમાં સ્થાનિક સમાજના લોકો પર્યાવરણની ઉપયોગીતાને સમજે અને તેની સુરક્ષા અને જાળવણી સંદર્ભે સભાન બને એવા ઉદ્દેશથી આજરોજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અંતર્ગત બિલપુડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો
Decision Newsને મળેલી માહિતી મુજબ શ્રીમદ્ રાજચંદ્ર મિશન તરફથી આવેલ સાહેબ શ્રી તથા ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ વિશે વાત કરતાં કહ્યું છે કે હાલના પરિસ્થિતિમાં પર્યાવરણ માં વૃક્ષો વાવા ખૂબ જરૂરી છે, પર્યાવરણ અંગે જાગૃતિ આપવામાં આવી.અને હાલની એક વિકટ પરિસ્થિતિ કહી શકાય જે ગ્લોબલ વોર્મિંગ દ્વારા ખૂબ જ પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે તેને અટકાવવા માટે આપણે કેવા પ્રકારના પગલાં લઈ શકાય એ અંગે ચર્ચા કરી, આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ શું છે, એની સાથે આદર્શ ગામ લોકભાગીદારી થી કેવી રીતે બનાવી શકાય એ અંગે પણ ચર્ચા કરવામાં આવી. એની સાથે યુવાનો કોઈપણ કૌશોલ્ય લક્ષી તાલીમ લઈ પોતે સ્વનિર્ભર થાય એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશનના શ્રી રાકેશભાઈ વસાવા, શ્રી સ્નેહલભાઈ, શ્રીમદ રાજચંદ્ર સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરના દિવ્યેશભાઈ, ગામના સરપંચ શ્રી લીલાબેન ઉમેદભાઈ પઢેર, ગામના ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, ગામના સામાજિક કાર્યકર્તાઓ, વડીલો યુવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજરીઆપી હતી.