ધરમપુર: આર્મીના જવાનો સરહદ પર રહીને દેશના સીમાડા તો સાચવતા હોય છે પણ દેશ અને પોતાના વતનની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સજાગ રહતા હોય છે આનું એક ઉત્તમ ઉદાહરણ ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના અવલખંડી, નાની કોરવળ, નાની કોસબાડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા તમામ બાળકોમાં આર્મડ ફોર્સ ગ્રુપ વલસાડ તરફથી ૧૨૦ સ્ટેશનરી કીટનું વિતરણ કરીને પૂરું પાડ્યું છે.

Decision News સાથે વાત કરતાં આર્મડ ફોર્સ ગ્રુપ વલસાડના કપરાડા તાલુકાના હિતેશભાઈ જણાવે છે કે અમે આજે સફળ બની દેશની સેવા કરી રહ્યા છે ત્યારે અમારી સફળતામાં મારા સમાજનો ખુબ જ મોટો ફાળો છે અમે ખુબ જ કપરી પરિસ્થિતિમાં અહી સુધી પોહચ્ચા છીએ અને હજુ પણ સમાજમાં આ મુશ્કેલ ભરી પરિસ્થિતિ ગિયા નથી ત્યારે મનમાં વિચાર આવ્યો કે દેશ સેવાની સાથે કેમ નહિ સમાજની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસ કરવામાં આવે અને આ વિચાર મેં મારા મિત્રોના ગ્રુપમાં વહેતો મુક્યો અને મને તેનું આ પોઝિટીવ પરિણામ મળ્યું છે અમારી પાસે આજે સમાજના આર્મીમેનના ફાળામાં મોટી રકમ એકત્રિત થઇ ગઈ છે જે અમે પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના બાળકો માટે ખર્ચી રહ્યા છે. હાલમાં અમે ધરમપુર અવલખંડી. નાની કોરવળ, નાની કોસબાડી ગામની પ્રાથમિક શાળામાં અને કપરાડા તાલુકાની કેલધા પાંચવેરા,કોતરકામની પ્રાથમિક શાળામાં સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું છે આવનારા દિવસોમાં અન્ય તાલુકામાં વિતરણનું આયોજન છે.

ખરેખર આર્મીના જવાનોના આવા જુસ્સા અને દેશ સેવાની સાથે સમાજના અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને મદદરૂપ થવાની ભાવનાને સલામ કરવાનું મન થાય છે. જો આપણા સમાજનો કહેવતા સભ્ય સમાજના હોદ્દેદારો પણ જો આવા સમાજને મદદનો હાથ આપે તો સમાજના નાના ભૂલકાઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે.